Must Read

કોમેડી કિંગ 'ખજૂર' રોજ કરે છે 16 કલાક કામ, જાણો Fitness Secrets

કોમેડી એક્ટર 'ખજૂર'ને કોણ નથી ઓળખતું? તમે સૌ તેમના વીડીયો જોતાં જ હશો. પણ શું તમે જાણો છો કે 'ખજૂર'ને શું ગમે છે અને તે શું ખાય છે. જા હાં 'ખજૂર' એટલે કે નીતિન જાનીને બીટ ખૂબ જ પસંદ છે. તે દિવસમાં 16 કલાક કામ કરે છે. આ માટે પોતાને ફિટ રાખવા તે પુશઅપ્સ કરે છે અને સાથે 1 કલાક કસરત પણ કરે છે. ભૂષિતા ખીંચી સાથે વાત કરતાં નીતિન જાનીએ પોતાની આ પર્સનલ વાતો શેર કરી છે.




જુઓ વાતચીતના કેટલાક મુખ્ય અંશ...


કેટલો સમય કસરત માટે ફાળવો છો?

1 કલાક

તમે કઇ કસરતને મહત્વ આપો છો?

પુશઅપ્સ

બોડીને ફિટ રાખવા માટે તમારો ડાયટ પ્લાન શું છે?

સવારમાં હું ઉઠતાંની સાથે 2 ગ્લાસ હૂંફાળું પાણી પીવું છું અને સાથે દિવસની શરૂઆત સલાડ અને ખાસ કરીને બીટ ખાઇને કરું છું.


બહાર ખાવા માટેની કોઇ ખાસ જગ્યા?

લોનાવાલા. અહીંની ચીકી, મિસલ પાવ અને કોર્ન ભજિયા (ખંડાલા) મને ખૂબ જ પસંદ છે.

ઘરનું અને બહારનું ફેવરિટ ફૂડ કયું છે?

ઘરે આલુ પરાઠા, મેથીના થેપલા, ખીચડી-કઢી અને બહારની પાણી પુરી, ગુલાબજાંબુ, જલેબી અને છોલે ભટુરે.

તમારા ડાયટિશ્યિન કે ફિટનેસ ટ્રેનર કોણ છે?

હું જ મારો ટ્રેનર છું.

બહાર હોવ ત્યારે કયું ફૂડ અને ડાયટ ફોલો કરો છો?

કાકડી અને બીટનું સલાડ, લાઇટ ફૂડમાં શાક-રોટલી અને વધારે પાણી પીવાનો આગ્રહ રાખું છું.

તમને કઇ ચીજ સૌથી વધારે પસંદ છે?

ટ્રાવેલિંગ અને અલગ અલગ જગ્યાએ ફરવું.

તમે દિવસના કેટલા કલાક કામ કરો છો?

16 કલાક રોજ.

તમારી તાકાત શું છે?

હું વર્કોહોલિક પર્સનાલિટી ધરાવું છું અને કામના કોઇ પણ એન્વાયરમેન્ટમાં સેટ થઇ શકું છું.

તમારી નબળાઇ કઇ છે?

હું કોઇ પણ અપ્રમાણિક લોકોથી દૂર રહું છું અને તેમની હાજરીમાં કમ્ફર્ટેબલ ફિલ કરી શકતો નથી.

'ખજૂર'નું કામ કરવાની પ્રેરણા કેવી રીતે મળી?

હું કંઇ નવું કામ કરવામાં  વિશ્વાસ રાખું છું. કોઇની કોપી કરવામાં મને રસ નથી.માટે આ કામ ચાલુ કર્યું.

તમારું કામ જે લોકોને હાસ્ય આપે છે તે માટે તમે કઇ વાતોને ધ્યાનમાં રાખો છો?

હું કામ કરતી સમયે ધ્યાન રાખું છું કે ઘરના દરેક સભ્યો સાથે બેસીને મારો શો જોઇ શકે. સમાજને પોઝિટીવ મેસેજ આપવા માટેની બાબતો પર વધારે ફોકસ કરું છું.

Nitin jani
Actor, writer n film director
Mail Id. janiantv4@yahoo.com